વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવાશે વડાપ્રધાનનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:06:29

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પોતાના નિર્ણયોને કારણે વડાપ્રધાન મોદીએ દેશમાં જ નહિં પરંતુ દુનિયાભરના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમજ ગુજરાતમાં તેમના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી લઈ 2 ઓકટોબર સુધી તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવશે.  સમગ્ર ભારતમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં આજે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Blood donation camp at Raj Bhavan today

બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાવાના છે. ઉપરાંત નરેન્દ્ર મોદીના જુદા- જુદા પેઈન્ટિંગનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. દુબઈના ચિત્રકાર દ્વારા બનાવામાં આવેલા પેઈન્ટિંગ પ્રદર્શન રાખ્વામાં આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. ઉપરાંત અનેક સરકારી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ બનાવામાં આવશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .