દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધણા સમયથી ધરણ કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવી તેમની માગ હતી. પોલીસે કેસ દાખલ ન કરતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી ધરણા કરી રહેલા કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત ધરણા કરી રહેલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ધરણા સ્થળ પર અડધો કલાક જેટલો સમય વીતાવ્યો હતો.
FIR થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી પ્રતિક્રિયા!
કુસ્તીબાજો દ્વારા છેલ્લા સાત દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે. WFIના અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં ન આવતા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ વિરૂદ્ધ બે કેસ નોંધ્યા છે. શુક્રવાર મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરૂદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધરણાં પર બેઠેલા રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા જંતર મંતર પહોંચ્યા હતા. ધરણા સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વાતચીત કરી હતી.
કુસ્તીબાજોએ લગાવ્યો ગંભીર આરોપ!
રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ હેરાન કરી રહી છે. રાત્રે ભોજન કરતી વખતે વીજળી કાપી નાખી હતી. ત્યાં ઉભેલા પાણીના ટેન્કરો પણ લઈ લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જાહેર શૌચાલયને પણ અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. કુસ્તીબાજનો આરોપ છે કે જ્યારે બજરંગે આ અંગે એસીપીને કોલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે જે કરવું હોય કરી લો, હવે તો આવું જ થશે. સાથે જ કહ્યું કે કેસ નોંધાઈ ગયો છે, હવે વિરોધ પૂરો કરો. પોલીસે ધરણાસ્થળની ચારેય બાજુથી બેરિકેટ્સ લગાવીને ખેલાડીઓને નજરકેદ કર્યા છે.






.jpg)








