પ્રિયંકા ગાંધી ફાઈનલ કરશે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 13:00:45

ગુજરાત માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તે પહેલા હિમાચલ પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં મતદાન 12 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન આવવાનું છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાને લઈ એક નિર્ણય લીધો છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધી લેશે. પ્રિયંકા ગાંધી જે નામની રજૂઆત કરશે તે અંગે કમિટી નિર્ણય લેશે. 

Priyanka Gandhi Will Visit Gujarat On This Date In Action For The Assembly  Elections | વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રિયંકા ગાંંધી એક્શનમાં, આ તારીખે  લેશે ગુજરાતની મુલાકાતે

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી 

12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 65.92 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા દરેક પાર્ટીએ અનેક રોડ શો તેમજ જનસભા આયોજી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશમાં પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશનું ચૂંટણીનું પરિણામ આવવાનું છે. 

હિમાચલ પ્રદેશ ચૂંટણી: પરિવારમાં જંગ, પિતા-પુત્ર, સસરા-જમાઈ સામ-સામે | himachal  pradesh assembly election war in the family member

મુખ્યમંત્રી અંગે પ્રિયંકા ગાંધી સબ્મિટ કરશે રિપોર્ટ

પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશની રાજનીતિથી પરિચીત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી શીમલા ખાતે રહ્યા હતા. કોંગ્રેસનો પ્રચાર કરવાની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી હતી. ત્યારે પાર્ટીએ વધુ એક જવાબદારી પ્રિયંકા ગાંધીને આપી છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત થશે તો કોંગ્રેસ કોને પોતાના મુખ્યમંત્રી બનાવશે તે પ્રિયંકા ગાંધી નક્કી કરશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે