સુરેન્દ્રનગરના દસાડા પાસે બુટલેગરની દારુ ભરેલી કારને રોકવા જતા SMCના PSI પઠાણનું અવસાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-05 16:07:19

ગુજરાત એટલે ગાંધી અને સરદારનું ગુજરાત ગણાય છે.. ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે. છતાં પણ ગુજરાતમાં બુટલેગરો બેફામ બની દારૂનું વેચાણ ... કેટલો દારુ વેચાય છે આ પણ સૌ કોઈને ખબર છે.... પણ રાજ્યમાં ઘણા એવા પ્રામાણિક પોલીસ કર્મચારીઓ છે જેના કારણે બુટેલગરોને પકડવાની પ્રવૃતિઓ પણ થાય છે અને તેના પર જીવલેણ હુમલા થાય છે.... ક્યારેક એ હુમલામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ પણ થાય છે.... સુરેન્દ્રનગરના દસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું મૃત્યુ થયું.... ચર્ચા એવી છે કે બુટલેગરે ગાડી ચડાવી દેવાથી પીએસઆઈનું મોત થયું છે....

પોસ્ટમોર્ટમ પછી સોંપવામાં આવશે મૃતદેહ

ગાંધીનાં ગુજરાતમાં દારુબંધી છતાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહ્યો હોવાની વાત નવી નથી. જોકે પોલીસ દ્વારા જ્યારે બુટલેગરને પકડવામાં આવે ત્યારે બુટલેગરો પોલીસને જાનથી મારી નાંખવા અને બદનામ કરવા જેવી ધમકી આપતાં હોય છે... ઘણીવાર તો પોલીસ પર જીવલેણ હુમલો પણ કરતા હોય છે. અને ક્યારેક એ હુમલામાં પોલીસ કર્મચારીઓ જીવ પણ ગુમાવતા હોય છે... સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો એમણે પ્રયાસ કર્યો હતો. પણ વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા ગંભીર ઈજા થઈ અને સારવારમાં એમનું મૃત્યુ થયું... પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે.... 



ગાડી અંગેની મળી હતી બાતમી

હવે સવાલ એ થાય કે કેવી રીતે આ ઘટના બની તો સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના PSI જે.એમ. પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે એમને બાતમી મળી હતી કે, ત્યાંથી એક દારુ ભરેલી  ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થવાની છે.... પીએસાઈ પઠાણ એમની કર્તવ્યનિષ્ઠા સમજીને કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઊભા હતા. એ સમયે  પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થઈ પીએસઆઈ પઠાણ તેને રોકવા ગયા પણ ટ્રેલર અને ક્રેટા કાર રોકાયા નહીં. આ વખતે ટ્રેલરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ પીએસઆઈ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાયા અને સાથેની ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા....




અલગ અલગ જગ્યાઓ પર કરી હતી રેડ

અને આવી રીતે એમની સાથે અકસ્માત થયો પણ ચર્ચા એવી છે કે જાણી જોઈને ટ્રેલર કે ટ્રક ચાલકે તેમની કારને ટક્કર મારી અને મોત થયું... જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી.  ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં પીએસઆઈ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાયા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી..... દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.મૃતક PSI અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા. તેમના પરિવારમાં બાળકો અને પત્ની છે. જે તેમની સાથે રહેતા હતા. તેમના એક ભાઈ પણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઘણા ચૂનંદા અધિકારીઓમાં તેમનું નામ હતું. અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂ-જુગારની રેડ કરી હતી. ગુજરાતમાં દારૂની હેરફેર સતત થતી હોવાના આ પૂરાવા છે. જેમાં પોલીસકર્મી પોતાના જીવના જોખમે કામગીરી કરે છે ત્યારે બુટલેગરના લીધે પરિવારનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે.... 



આમને પણ પહોંચી ઈજા

એમની સાથે રહેલા પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજાને પણ ઇજા થઈ છે... સવાલ એ છે કે કરે કોઈ અને ભરે કોઈ.... દારુબંધીની વાતો વચ્ચે ગુજરાતમાં દારુ બેફામ વેચાય છે.. પણ કોના પાપે વેચાય છે.. તો કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમની આવા બુટલેગરો સાથે સાંઠગાઠ હોય છે, જેના પાપે બુટલેગરો બેફામ બન્યા છે.... પણ તેની સામે આવા પ્રામાણિક પોલીસ કર્મચારીઓને ભોગવવું પડે છે.... બધા પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે એવુ નથી... એમાંથી મોટાભાગના પોલીસ કર્મચારી પ્રમાણિક પણ છે અને એટલે જ આપણે સલામત છીએ... નહીંતર વિચારો આ બુટલેગરોની હિંમત ક્યાં પહોંચી હોત...



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....