PUBG ચાહકો માટે સારા સમાચાર, લોકપ્રિય ગેમ ભારતમાં કરશે પુનરાગમન... સરકારે કેટલાક નિયમોમાં કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-05-19 15:23:12

PUBG ના ખેલાડીઓ માટે સારા સમાચાર છે. લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ફરી એકવાર ભારતમાં પુનરાગમન કરી રહી છે. ભારત સરકારે કોરિયન મોબાઈલ ગેમિંગ એપ PUBG પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.ભારત સરકારે જુલાઈ 2022માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના પ્રતિબંધના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી હતી. તે લોકપ્રિય PUBG મોબાઈલનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન હતું. હવે લગભગ 10 મહિના પછી આ ગેમ ફરી એકવાર પુનરાગમન કરશે. 


કંપનીને મળ્યો 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ 


ભારત સરકારના જણાવ્યા અનુસાર, કંપનીને 3 મહિનાનો ટ્રાયલ પિરિયડ આપવામાં આવ્યો છે. કંપનીએ સર્વર અને ડેટા સિક્યોરિટી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. ખેલાડીઓએ પોતાને નુકસાન ન કરવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ, તેના પર નજર રાખવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન કર્યા પછી જ સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. સરકારે કેટલીક શરતો સાથે ગેમિંગ એપ પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. 2 વર્ષ પહેલા સુરક્ષાના કારણોસર તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


કંપનીએ માન્યો સરકારનો આભાર


અત્રે ઉલ્લેખનિય છે કે, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનીલ સોહને BGMI ની એન્ટ્રી વિશે કહ્યું કે, 'અમે ભારતીય સત્તાવાળાઓના ખૂબ આભારી છીએ, જેણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) નું સંચાલન ફરી શરૂ કરવાની મંજૂરી આપી. અમે ભારતીય ગેમિંગ સમુદાયનો પણ છેલ્લા મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BGMI બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.


PUBG સહિત 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો


ભારત સરકારે 10 મહિના પહેલા 300થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI એકમાત્ર એપ છે જે કમબેક કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. આને ધ્યાનમાં રાખીને, કંપનીના માલિક ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ એપ્લિકેશનની રજૂઆત સાથે, ભારતમાં ઝડપથી વિકસતા ઇ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગયા વર્ષે સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.