નેપાળમાં ગમખ્વાર અકસ્માત, બસ ત્રિશુલી નદીમાં ખાબકી, 8 લોકોના મોત, 19થી વધુ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-23 16:53:06

નેપાળમાં એક પેસેન્જર બસ માર્ગ પર દોડતા-દોડતા અચાનક જ  ત્રિશુલી નદીમાં ખાબકી હતી. તેના કારણે તમામ લોકો ફસાઈ ગયા હતા, અનેક યાત્રિકોમ તો બસની બારી તોડીને છત પર ચઢી ગયા હતા. આ દરમિયાન આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જો કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ 8 લોકોના મોત થઈ ચુક્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેપાળની રાજધાની કાઠમંડૂથી પોખરા જઈ રહેલી પેસેન્જર બસ બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લાના ચાલીસે વિસ્તારમાં અનિયંત્રિત થઈને ત્રિશૂલ નદીમાં ખાબકતા હાહાકાર મચી ગયો હતો.


19થી વધુ લોકો ઘાયલ થયા


નેપાળના બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગ પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે