અમૃતપાલ કેસમાં પંજાબ સરકાર એક્શનમાં, 6 IPS અધિકારીઓની બદલી કરી, પોલીસની ભૂમિકા શંકાસ્પદ


  • Published By :
  • Published Date : 2023-03-29 17:17:26

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે પોલીસના પ્રયાસો હજુ ચાલુ જ છે. 11 દિવસ વીતી જવા છતાં પંજાબ પોલીસ તેને પકડી શકી નથી. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે આ મામલામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે આ કેસ સાથે સંબંધિત 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓની બદલી કરીને રાજ્ય સરકાર મોટા સંકેત આપવા માગે છે.


આ અધિકારીઓની બદલી થઈ


સરકારે જે 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા તેમાં જાલંધરના ડીસીપી વત્સલ ગુપ્તા, એસએસપી જાલંધર સ્વર્ણદીપ સિંહ, તે ઉપરાંત એસપી જાલંધર ગ્રામીણ મંજીત કૌર,એડીસીપી જાલંધર જગજીત સિંહ સરોયા, એસપી ઈન્વેસ્ટિગેશન સર્બજીત સિંહ જાલંધર  ગ્રામીણ, ડીસીપી ઈન્વેસ્ટિગેશન જસકિરનજીત સિંહ તેજાની બદલી કરવામાં આવી છે. તે સિવાય એસપી હોંશિયાર પુર મનપ્રિત સિંહ અને જોઈન્ટ એસપી લો એન્ડ ઓર્ડર લુધિયાણા રાવ ચરણ સિંહ બરાડની પણ ટ્રાન્સફર  કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે