સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઈદના દિવસે જ પવિત્ર કુરાન સળગાવાઈ, ઈસ્લામિક દેશો થયા ધૂંઆપૂંઆ


  • Published By :
  • Published Date : 2023-06-30 16:18:31

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બકરી ઈદના તહેવારના દિવસે જ કેટલાક દેખાવકારોએ ફરીથી ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાનનું અપમાન કર્યું છે. એક વ્યક્તિએ પહેલા સેન્ટ્રલ મસ્જિદની અંદર કુરાન ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. સ્વીડિશ પોલીસ તરફથી આ પ્રદર્શનને મંજૂરી મળ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાછળથી આ વ્યક્તિ પર વંશીય અને ચોક્કસ રાષ્ટ્રીય જૂથ સામે હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


કુરાન સળગાવવાની ઘટનાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કુરાન સળગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, વીડિયોના ફૂટેજમાં એક પ્રદર્શનકારી કુરાનને ઉછાળી રહ્યો છે, તેને બાળી રહ્યો છે અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે.


ઈરાકી શરણાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો


બુધવારે, 37 એક વ્યક્તિ જેનું નામ સલવાન મોમિકા હોવાનું કહેવાય છે, તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તે સેન્ટ્રલ મસ્જિદની બહાર બે સ્વીડિશ ધ્વજ લહેરાવતા પોલીસ અધિકારીઓની પાછળ દેખાયો. તે સમયે સ્વીડનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. કાનમાં એરપોડ્સ અને મોંમાંથી સિગારેટ લટકાવીને તેણે વારંવાર કુરાન ફાડી નાખી અને પછી તેને આગ લગાડી. મોમિકા એક ઈરાકી શરણાર્થી છે અને તેનો ઈરાદો સ્વીડનમાં કુરાન પર પ્રતિબંધ લગાવવાનો છે.


મુસ્લિમ વર્લ્ડ લીગે કર્યો વિરોધ


કુરાન સળગાવી દેવાની આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.