પરિણીતી ચોપરા સાથે સગાઈ અંગે રાઘવ ચઢ્ઢાએ અંતે મૌન તોડ્યું, કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-09 19:00:01

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લાંબા સમયથી તેમના લગ્ન અને સગાઈને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ભૂતકાળમાં પરિણીતી અને રાઘવ IPLમાં સાથે જોવા મળ્યા હતા.આ પહેલા પણ તેઓ ઘણી વખત ડિનર અને ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, હવે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને જલ્દી સગાઈ કરવાના છે.


રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો


રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમની સગાઈ બાબતે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ઉડી ચુકી છે. જો કે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ આ હકીકતનો ખુલાસો કર્યો છે અને પરિણીતી ચોપરા સાથેની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાઘવે એમ પણ કહ્યું છે કે તેમની સગાઈમાં મીડિયાને એન્ટ્રી નહીં હોય.


કપલ આ દિવસે કરશે સગાઈ 


કપલના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આગામી 13 મે, શનિવારના રોજ સગાઈ કરવાના છે, તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થશે. સગાઈની શરૂઆત 'અરદાસ' એટલે કે પ્રાર્થનાથી થશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે