રાહુલ ગાંધીનો જોવા મળ્યો નવો અંદાજ, મિકેનિકની દુકાને પહોંચી, બાઈક રિપેર કરતા શીખ્યા! જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:52:39

સામાન્ય લોકો સાથે  જોડાવાનો પ્રયાસ રાહુલ ગાંધી ઘણા સમયથી કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. કોઈ વખત સ્ટૂડન્ટ સાથે વાતચીત કરતા દેખાય છે તો કોઈ વખત ટ્રકની મુસાફરી કરતા દેખાય છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાં મિકેનિક્સ સાથે કામ કરવા લાગ્યા હતા. મંગળવાર રાત્રે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. જે ફોટો શેર કરવામાં આવ્યા છે તેમાં રાહુલ ગાંધી બાઈકને ઠીક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લોકો સાથે જોડાવવાનો કરી રહ્યા છે પ્રયાસ 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓને સમજવા સામાન્ય લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકો સાથે વાતો કરી તેમની સાથે જોડાવાની તેમની કોશિશ છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ટ્રકની મુસાફરી કરતા નજરે પડ્યા હતા. તે પહેલા પણ વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવા કેન્ટીન પહોંચ્યા હતા. ત્યારે હવે મેકેનિકની દુકાને પહોંચ્યા હતા. તેમણે મિકેનિકને બાઇક રિપેર કરતા જોયો ત્યારે તેમણે જાતે જ સ્ક્રુડ્રાઇવર ઉપાડ્યો અને બાઇક ઠીક કરવા લાગ્યા. આ પછી રાહુલ ગાંધી બીજી દુકાન પર પહોંચ્યા. ત્યાં મિકેનિકે રોયલ એનફિલ્ડ બાઇકના એન્જિનનો એક ભાગ ખોલી નાખ્યો હતો.  


રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા લોકો

જ્યારે મિકેનીકની દુકાને પહોચ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા. લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાહુલે લોકો સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની ખબર અંતર પૂછ્યા હતા. સ્થાનિક વેપારીઓ સાથે તેમજ દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસે પણ આ ફોટો શેર કર્યા છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે