રાહુલ ગાંધી એકબાદ એક નેતાઓ સાથે કરી રહ્યા છે મીટીંગ, ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-14 14:12:38

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી જાણે વિપક્ષને જોડવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ નીતીશ કુમાર અને બિહારના ડે. સીએમ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી અને જાણે વિપક્ષને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે એવી પણ માહિતી મળી રહી છે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. 

Rahul Gandhi is a fool': Old videos of Uddhav Thackeray spewing ridicule on  Congress emerge | National News – India TV

ઉદ્ધવ ઠાકરે સાથે રાહુલ ગાંધી કરી શકે છે મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી. જે બાદ થોડા દિવસ પહેલા નીતીશ કુમારે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. વિપક્ષોને એક જૂથ કરવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ખાતે આવેલા માતોશ્રીમાં બેઠક કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રણનીતિ અંગે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરી શકે છે. 

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar  | Latest News India - Hindustan Times

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar,  Tejashwi Yadav - The Week


આ પહેલા નીતીશ કુમાર સાથે પણ થઈ હતી બેઠક 

ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થાય તે પહેલા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે આ મીટિંગમાં તૃણુમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાથે લાવવાની વાત કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓએ કહ્યું કે વિપક્ષે એક થવાની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીની ઉદ્ધવ ઠાકરેની આ બેઠક મહત્વની માનવામાં  આવે છે.          



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે