સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 'હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી'


  • Published By :
  • Published Date : 2023-06-01 12:31:34

રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. 6 દિવસના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત કરવાના છે. બુધવારે તેમણે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે માનહાની કેસને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતુંકે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે.

 



પીએમ મોદી અને RSS પર સાધ્યું હતું નિશાન!

અમેરિકાના પ્રવાસ ગયેલા રાહુલ ગાંધી અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. ગઈકાલે સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી તેમજ આરએસએસ પર લઈ પ્રહારો કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે, ભગવાનને પણ આંચકો લાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઇતિહાસકારોને ઇતિહાસ શીખવી શકે છે. તેમ જ આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઉડવું તે શીખવી શકે છે.



ફોન રેકોર્ડ થતો હોવાની કહી વાત!

તે બાદ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પેગાસસ સ્પાયવેરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમને ખબર પડી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મજાકીયા અંદાજમાં રાહુલ ગાંધીએ ફોન ઉઠાવ્યો અને કહ્યું હેલો! મિસ્ટર મોદી.

 


સાંસદ સદસ્યતા રદ્દ થવા પર બોલ્યા રાહુલ ગાંધી!

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. તે બાદ તેમનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો હતો. રાહુલે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે. પરંતુ હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. 


ભારત જોડો યાત્રામાંથી રાહુલ ગાંધીને ઘણું શીખવા મળ્યું! 

આજે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું- 125 લોકોથી શરૂ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. સરકાર પાસે પોલીસ, મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે જો તમે કાશ્મીરમાં રસ્તા પર ચાલશો તો તમને 4 દિવસમાં મારી નાખવામાં આવશે. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નથી. મહાત્મા ગાંધી પણ અંગ્રેજો સામે કોઈ બળ વગર એકલા હાથે લડ્યા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .