Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:48:12

Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ, ફાયદો લેશે કૉંગ્રેસ?


મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે.  


2006માં સોનિયા ગાંધી સાથે આવું જ થયું હતું પણ...

વર્ષ 2006માં સોનિયા ગાંધી પર અનુચ્છેદ-102 હેઠળ જ ઓફીસ ઓફ પ્રોફીટનો આરોપ લાગ્યો હતો પણ સંસદ કાર્યવાહી કરે એ પહેલા જ એમણે રાજીનામું આપી દીધું, પોતાને કૉંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ત્યાગની મૂર્તિ પ્રસ્થાપિત કર્યા, સામે આવેલા પડકારને તકમાં ફેરવ્યો અને સત્તા ટકાવી રાખવામાં સફળ થયા, રાહુલ ગાંધીએ આ બધું જ જોયું હોવા છતાંય એ આવું ના કરી શક્યા અને સંસદે જ એમની સામે કાર્યવાહી કરી નાખી પણ હવે એમની પાસે રાજનીતિક તક છે પોતાને વિક્ટીમ સાબિત કરવાની, રાહુલ ગાંધી એમાં સફળ થાય છે કે કેમ એ સમય બતાવશે!

આપત્તિને અવસરમાં પલટી શકશે રાહુલ ગાંધી?

2024ની ચૂંટણી પહેલા કૉંગ્રેસને આ સૌથી મોટો મોકો મળ્યો છે, પક્ષ એને મેળવી શકે છે કે કેમ એ જોવું પડશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.