રાહુલ ગાંધી આજે વાયનાડની લેશે મુલાકાત, સાંસદ પદ રદ્દ થયા બાદ પહેલી વખત જશે વાયનાડ


  • Published By :
  • Published Date : 2023-04-11 09:28:19

રાહુલ ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના છે. સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડ જવાના છે. વાયનાડ ખાતે રાહુલ ગાંધી રેલી કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમની સંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. વાયનાડની બેઠકથી તેઓ સાંસદ બન્યા હતા.


સાંસદ પદ રદ્દ થયા બાદ પ્રથમ વખત વાયનાડ જશે રાહુલ ગાંધી

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા હતા. અને બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા થઈ હતી રદ્દ 

ત્યારે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે પ્રથમ વખત રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેવાના છે. મહત્વનું છે કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 4.31 લાખ જેટલા વોટોથી જીત હાંસલ કરી હતી. વાયનાડ બેઠકથી ચૂંટાઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા . પરંતુ સુરતની કોર્ટના ચૂકાદા બાદ 24 માર્ચના રોજ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. માત્ર થોડા કલાક બાદ પણ લોકસભાની વેબસાઈટથી રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.     

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે