રેલવે મંત્રીએ દિલ્હી-અજમેર શતાબ્દીમાં પ્રવાસ કર્યો, મુસાફરો પાસેથી લીધો ફીડબેક, જાણો શું જવાબ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-03-19 17:49:04

શું ક્યારેય એવું બની શકે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમને રેલ્વે મંત્રી સામેથી આવતા જોવા મળે? કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. તેમાં પણ વળી  તેમને રેલવે મંત્રી સાથે ફોટા પડાવવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે તો? દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને આજે આવો જ અનુભવ થયો હતો. 


અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા હતા. આ દરમિયાન, તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને રેલવેની સર્વિસ અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. રેલ્વે મંત્રીએ મુસાફરો પાસેથી ટ્રેનની સ્વચ્છતા, ટ્રેન અને રેલ્વે સ્ટેશન સંબંધિત ઘણા ફીડબેક લીધા હતા. આ સિવાય રેલવે મંત્રીએ દિલ્હી-જયપુર રૂટ પર વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી.


મુસાફરો આપ્યો સકારાત્મક પ્રતિસાદ 


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરો સાથે વાત કર્યા બાદ કહ્યું કે તેમને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મુસાફરોએ વૈષ્ણવને કહ્યું કે ટ્રેનો સ્વચ્છ રહે છે અને સમયસર પહોંચે છે. આ સાથે રેલ્વે પ્લેટફોર્મ પણ પહેલા કરતા સ્વચ્છ રહે છે.



ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલો વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક ઉમેદવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. કિરીટ પટેલે રાજા અને રાણીને લઈ નિવેદન આપ્યું છે.. વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી પણ માગી છે..

ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં વધારે ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ ગરમી વધવાની શક્યતા રહેલી છે. એપ્રિલના અંતમાં તાપમાનનો પારો વધી શકે છે.

સમય બહુ બળવાન છે.. સમય જેટલું શીખવાડે છે તેટલું તો કદાચ કોઈ આપણને નથી શિખવાડતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ના જાણ્યું જાનકીનાથે..

સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સુરત લોકસભા બેઠક પર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.