ઉજ્જૈનના મહાકાલ લોકમાં સ્થાપિત મૂર્તિઓને વરસાદે પહોંચાડ્યું નુકસાન! કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-29 10:17:44

મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને કારણે અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકની 6 મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે પૂર્વમુખ્યમંત્રી તેમજ કમલનાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ મામલે કડક તપાસ કરવામાં  આવે તેવી માગ કરી છે.


શિવરાજસિંહ ચૌહાણ પર સાધ્યું નિશાન!        

11 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું હતું. પરંતુ રવિવારે આવેલા વરસાદને કારણે મહાકાલ લોક પરિસરમાં આવેલી અનેક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત કરવામાં આવેલી 6 મૂર્તિઓ ઉડી ગઈ હતી જેને કારણે ખંડિત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સપ્ત ઋષિયોની મૂર્તિ સંપૂર્ણ રીતે ખંડિત થઈ ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે  આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં  આવી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે. 


કમલનાથે સરકાર પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સિવાય કમલનાથે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહાકાલ લોકના નિર્માણ અંગે તપાસ થવી જોઈએ. તે સિવાય ક્ષતિગ્રસ્ત થયેલી મૂર્તિને ઠીક કરી  ફરી સ્થાપિત કરવામાં આવે.      

      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે