રાજસ્થાનના બજેટમાં લોકોને લ્હાણી, 100 યુનિટ મફત વીજળી,રૂ.500માં સિલિન્ડર, ગરીબોને ફ્રી રાશન


  • Published By :
  • Published Date : 2023-02-10 18:15:18

રાજસ્થાનના CM અશોક ગહેલોતે શુક્રવાર (10 ફેબ્રુઆરી, 2023)ના રોજ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અશોક ગહેલોતે વર્ષ 2023ના આ બજેટમાં લોકોના હિતમાં અનેક જાહેરાતો કરી છે. બજેટમાં સસ્તો રસોઈ ગેસ, લોકો માટે 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો સહિતની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરસી જળવાઈ રહે તે માટે આ લોકરંજક બજેટ જાહેરાતો કરી છે.  


લોકો માટે કરાઈ આ જાહેરાતો


1-મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વીજળી 50 થી વધારીને 100 યુનિટ મફતમાં આપવામાં આવશે.

2-ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. કઠોળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ પેકેટમાં સામેલ 3-કરવામાં આવશે. ચિરંજીવી વીમા યોજનાની રકમ 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી.

4-500 કરોડના કલ્યાણ નિધિની રચના કરવામાં આવશે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  

5-પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તમામ ભરતી પરીક્ષાઓ વિનામૂલ્યે યોજવાની જાહેરાત.

6-દરેક જિલ્લામાં વિવેકાનંદ યુથ હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લા મથકે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાંઆવશે.

7- ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

8-76 લાખ પરિવારોને રૂ.500માં સિલિન્ડર મળશે. વિદ્યાર્થિનીઓને ફ્રી સ્કૂટી આપવાની જાહેરાત.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે