Rajkot :14 વર્ષનો બાળક શેરીમાં અચાનક ઢળી પડ્યો અને થઈ ગયું મોત.. શું હાર્ટ એટેકને કારણે થયું મોત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-20 13:35:02

આ ભજન સાંભળ્યું હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે... આ ભજનમાં વાત મોતની થઈ રહી છે... એક દિવસ તો મરવાનું બધાને છે પરંતુ કેવી રીતે મોત આવશે તેની ખબર નથી.. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નાની ઉંમરના લોકોના મોત થઈ રહ્યા છે.. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું.. બાળક ક્રિકેટ રમી રહ્યો હતો અને તે ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું...



14 વર્ષના બાળકનું થયું મોત... 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે... થોડા સમય પહેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો આવ્યો હતો. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા ત્યારે આજે રાજકોટથી એક કિસ્સો આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા 14 વર્ષના બાળકનું મોત થઈ ગયું. 



ક્રિકેટ રમતા રમતા બાળક ઢળી પડ્યો અને... 

જે બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો અને ક્રિકેટ રમતા રમતા તે ઢળી પડ્યો.. મોતનું કારણ શું છે તેની જાણ પોસ્ટમોર્ટમ બાદ થશે.. પરંતુ એવી ચર્ચાઓ થવા લાગી છે કે તેનું મોત હાર્ટ એટકેને કારણે થયું છે...મોતનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ બાળકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે...  હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.