Rajkot : આટલા લોકોએ Heart Attackને કારણે ગુમાવ્યો જીવ, યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ


  • Published By :
  • Published Date : 2023-12-01 14:14:48

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે મરણ આપણા હાથમાં નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લેશે તેની ખબર નથી હોતી. જન્મ વખતે તો આપણને ખબર પણ હોય કે આટલા મહિના પછી બાળકનો જન્મ થશે પરંતુ મોત અંગે કઈ નથી કહી શકાતું કે વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લેશે. આ વાત અમે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. સરેરાશ બેથી ત્રણ લોકો  પોતાનો જીવ હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં વધુ બે લોકોના મોત હૃદય હુમલાને કારણે ગુમાવી રહ્યા છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

રાજકોટમાં ફરી એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અનેક લોકોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. સૌરાષ્ટ્રથી પ્રતિદિન આના કિસ્સાઓ આવી રહ્યા છે. હાર્ટ એટેકને કારણે રાજકોટ, જામનગર, ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોથી આવા સમાચારો મુખ્યત્વે સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જામનગરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 24 વર્ષીય યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે રાજકોટથી ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. બે વ્યક્તિના મોત થયા છે હાર્ટ એટેકને કારણે તેવી માહિતી સામે આવી છે. 


હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેની પહેલા જ... 

એક ઘટના રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સતારભાઈ જેમની ઉંમર 39 વર્ષીય હતી તેમને હાર્ટ એટેક આવ્યો.પોતાના ઘરેથી નજીક આવેલી દુકાનમાં  કંઈક વસ્તુ લેવા જઈ રહ્યા હતા ત્યારે ઘર પાસે તે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેની પહેલા જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. પરિવારમાં માતમ છવાઈ ગયો. તે બીજી ઘટના બ્રાહ્મણીયાપરા વિસ્તારમાં બની જ્યાં 55 વર્ષીય વ્યક્તિ પોતાના ઘરે ખાટલા પર બેઠા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યા. 


ભાવનગરમાં 20 વર્ષીય યુવકને થયો હૃદય હુમલો 

તે ઉપરાંત ગઈકાલે પણ ભાવનગરથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો. 20 વર્ષીય વિદ્યાર્થી મોતને ભેટ્યો કારણ કે તેને હાર્ટ એટેક આવ્યો. જીગર ચૌધરી નામનો યુવક મેડિકલમાં અભ્યાસ કરતો હતો. નાની ઉંમરે મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવ્યો હતો.  મહત્વનું છે કે કોરોના બાદ તો આવા કિસ્સાઓ, ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે