રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય માટે દેશભરમાં થઈ રહી છે પ્રાર્થના, જાણો તેમની હેલ્થ અંગેની રજેરજની માહિતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 12:26:52

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. દેશભરના લાખો ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલ રાજુ શ્રીવાસ્તવ વેન્ટીલેટર પર છે. ડોક્ટર પણ તેમની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે-સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફિલ્મજગતની જાણીતી હસ્તીઓ પણ રાજુના સ્વાસ્થ્યને લઈ ચિતિંત છે. આ દરમિયાન રાજુની પુત્રી અંતરાએ પણ પાપાની હેલ્થ અપડેટ આપી છે. 


રાજુની પુત્રીની પ્રાર્થના માટે અપીલ


રાજુની પુત્રીએ સોશિયલ મીડિયા દ્વારા હેલ્થ અપડેટ આપી છે, અંતરાએ જણાવ્યું કે પાપાની હાલત સ્ટેબલ છે. તે ધીરે-ધીરે સાજા થઈ રહ્યા છે. જો કે તે હજુ પણ વેન્ટીલેટર પર જ છે. અંતરાએ લોકોને અપીલ કરી કે તે કોઈ પણ પ્રકારના અન્ય સમાચારો અને નિવેદનો પર ભરોસો ન કરે. લોકો માત્ર એઈમ્સ અથવા તો રાજુ શ્રીવાસ્તવના સત્તાવાર સોશિયલ મીડિયા પર જ વિશ્વાસ કરે. રાજુના પરિવારે પણ ફેન્સ અને શુભચિંતકોનો આભાર માનતા લોકોને પ્રાર્થના કરતા રહેવાની વિનંતી કરી હતી.


રાજુની હાલત સ્ટેબલ


એઈમ્સના ન્યૂરોલોજી વિભાગના સ્પેશિયલ ડૉક્ટર્સની ટીમ 24 કલાક રાજુની દેખરેખ કરે છે. ડૉ. આંચલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં તેમની સારવાર ચાલે છે. 10 ઇન્જેક્શન બહારથી મંગાવવામાં આવ્યા હતા. તે ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી હતી. રાજુના બ્રેઈન સિવાયના શરીરના તમામ ભાગ સારી રીતે કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજુની હાલતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 


રાજુની તબિયત કેમ લથડી?


રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે જીમમાં કસરત કરી રહ્યા હતા તે સમયે જ અચાનક જ તે બેભાન થઈ ગયા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાજુએ ટ્રેડ મિલ પર વધુ પડતું વર્ક આઉટ કર્યું તેના કારણે તબિયત બગડી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાજુના બ્રેઈનના 2 ભાગમાં ઓક્સિજન સ્પ્લાય સારી રીતે થઈ રહ્યો છે. ડોક્ટરની ચિંતા ફોરબ્રેઈન એટલે  કે તેમના મગજના ઉપરના ભાગની છે, રાજુના મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજન પહોંચી શક્તો ન હોવાથી તેમને સંપુર્ણપણે હોશમાં આવવામાં તકલીફ થઈ રહી છે. આ જ કારણે રાજુ હજુ પણ વેન્ટિલેટર પર છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.