ડ્રામા ક્વીન રાખી સાવંતની પોલીસે કરી ધરપકડ, આ બોલીવુડ અભિનેત્રીએ નોંધાવી હતી FIR


  • Published By :
  • Published Date : 2023-01-19 14:50:23

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંતની મુબઈની અંબોલી પોલીસે આજે 19 જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી છે. રાખીને આજે બપોરે તેની ડાન્સ એકેડેમી લોન્ચ કરવાની હતી, જો કે તે પહેલા જ શર્લિન ચોપરાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ આ સમાચારની પુષ્ટી કરી છે. શર્લિન ચોપરાએ આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું, તેણે ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.


શર્લિન ચોપરાએ નોંધાવી હતી FIR 


રાખી સાવંત સામે બોલિવુડની જ અન્ય એક અભિનેત્રી શર્લિન ચોપરાએ FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિનનો આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો અને તેના માટે ખરાબ ભાષા વાપરી હતી. પોલીસે રાખી વિરૂધ્ધ આઈપીસી અને આઈટી એક્ટના વિવિધ કલમો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


રાખીના ABA ફગાવાયા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાખી અને શર્લિનની અદાવત જગજાહેર


રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચેની અદાવત જગજાહેર છે. રાખીએ મીડિયાને કહ્યું કે "મને  તે કહેતા બહુ જ દુખ થાય છે કે તેણે મારા અંગે અનેક નિવેદનો કર્યા તેના કારણે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેના કારણે જ મારા વર્તમાન પ્રેમીએ મને કહ્યું છે કે શું શર્લિન જે કહીં રહી છે તે બાબતમાં સત્ય છે. શું ખરેખર મારા 10 બોય ફ્રેન્ડ છે. તે હમણા જ આવી અને મીડિયામાં જે કાંઈ પણ કહેવા માંગતી હતી તે કહીં દીધું હતું. તેણે તો કહીં દીધું પણ તેના  કારણે મારે ભોગવવું પડશે".



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે