રામાયણના રામ થયા લાલઘૂમ, કહ્યું, "સંસ્કૃતિ સાથે છેડછાડ બંધ કરો"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:45:28

બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સ પર વારંવાર હિન્દુ ધર્મની મજાક બનાવાના આરોપોના કારણે બોલિવૂડની ફિલ્મો સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી બોયકટ ટ્રેન્ડનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વખતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર પ્રભાસની બીગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર લોન્ચ થયાની સાથે જ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયામાં લોકોએ આ ફિલ્મ પર હિંદુ ધર્મની મજાક બનાવાના આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ ફિલ્મના ઘણા પાત્રો પણ લોકોને પસંદ નથી આવી રહ્યા. એવામાં રામાનંદ સાગરની "રામાયણ"માં રામનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યુ છે,


જાણો શું કહ્યું અરુણ ગોવિલે?

અરુણ ગોયલે એક વિડિઓ શેર કરતા કહ્યું હતું કે, "રામાયણ અને મહાભારત આપણો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે. આ ગ્રંથો માનવ સભ્યતાના મૂળ સમાન છે. તેમની સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. આવા ગ્રંથોથી સંસ્કાર મળે છે. આ ધાર્મિક વારસો આપણને જીવન જીવાની કલા શીખવાડે છે. વધુમાં તેમણે ફિલ્મમેકર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ફિલ્મ નિર્માતાઓને કોણે અધિકાર આપ્યો કે ક્રિએટિવિટીના નામ પર ધર્મનો મજાક બનાવે?".


મોદીજી આ દેશ તમારો ઋણી રહેશે: અરુણ ગોવિલ 

વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વના કારણે આજે દેશના દરેક ખૂણામાં આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઓળખ મળવાનું શરૂ થયું છે. દેશમાં ઘણા સ્થળો પર ધાર્મિક કોરિડોર બની રહ્યા છે, જેથી આપણા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીજી આ દેશ તમારો સદૈવ ઋણી રહેશે."



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે