રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષામાં તૈનાત થશે CISF જવાનો, 22 જાન્યુઆરીએ થશે ઉદઘાટન, 10 દિવસ ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-07-06 17:57:46

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પરિસરમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામલલાના અસ્થાયી મંદિરની સુરક્ષામાં આ સમયે ત્રીસ્તરીય સુરક્ષા ઘેરો છે. જેમાં પોલીસ, પીએસી અને સીઆરપીએફના સુરક્ષા ઘેરાનો સમાવેશ થાય છે. આગામી 11 જાન્યુઆરીના  દિવસે ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે CISF જવાનો પણ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાશે તેવી જાણકારી મળી છે. CISFની અન્ટ્રીએ ભારે  ચર્ચા જગાવી છે. 


CISFની આટલી ચર્ચા કેમ?


CISF ઐતિહાસિક ભવનોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ, તથા અન્ય મોટા સરકારી ઔદ્યોગિક કારખાનાઓની સુરક્ષા પણ કરે છે. CISF આ બાબતે વિશેષજ્ઞતા ધરાવે છે. આ ફોર્સની ટેકનીકને ખુબ જ આધુનિક અને અદ્યતન માનવામાં આવે છે. રામ મંદિરની સુરક્ષામાં મોટા પ્રમાણમાં પરિવર્તન કરવા માટે ગત વર્ષથી  CISF પાસે સિક્યુરીટી ઓડિટ કરાવવામાં આવ્યું હતું. સિક્યોરીટી ઓડિટ બાદ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને મળી શકે છે. 


અયોધ્યામાં 10 દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદઘાટનનું શુભ મુહૂર્ત નક્કી થઈ ચુક્યું છે, આગામી 22 જાન્યુઆરી 2024ની તારીખ તેની શરૂઆત થશે. આ દિવસે ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. મંદિર કમિટીએ દાવો કર્યો છે આગામી ડિસેમ્બર સુધી પહેલા તબક્કાનું કામ પુરૂ થઈ જશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લગભગ 5 લાખ લોકો પહોંચવાની સંભાવના છે. આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.