ઈન્દોરમાં રામ નવમી પર મોટી દુર્ઘટના, મંદિરની વાવની છત તુટી પડી, 25-30 લોકો ખાબક્યા


  • Published By :
  • Published Date : 2023-03-30 13:56:32

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી જતા હાહાકાર મચી ગયો છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 


મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા 


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે  રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં પૂજા દરમિયાન, 20-25 લોકો વાવની છત પર ઉભા હતા, આ જ સમયે છત ધસી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો વાવમાં પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરમાં એક વાવ હતી, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. 


બચાવ કામગીરી શરૂ


વાવમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર ઇલૈયારાજા, પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આ ઘાયલોને  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે