અમિષા પટેલને લઈ રાંચી કોર્ટે પાઠવ્યું વોરેન્ટ, ઠગાઈ મામલે શું થશે અમિષા પટેલની ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-07 10:33:10

અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઠગાઈનો આરોપ અભિનેત્રી પર લગાવામાં આવ્યો છે. ઠગાઈના કેસમાં રાંચીની એક સિવિલ કોર્ટે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર ક્રુણાલ વિરૂદ્ધ ઠગાઈને લઈ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે આ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલાની સુનાવણી 15 એપ્રિલના રોજ કરાશે.


અમિષા પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ 

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરૂદ્દ ઝારખંડના ફિલ્મ નિર્માતાએ ધોખાધડીને લઈ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં અમિષા પટેલે ઠગાઈ કરી હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ એ છે કે અમિષા પટેલે ફિલ્મ દેસી મૈજિક બનાવવાના નામ પર નિર્માતા પાસેથી અઢી  કરોડ રૂપિયા લીધા હતા.


શું છે સમગ્ર મામલો?

ફિલ્મ નિર્માતા અજય કુમારના કહેવા પ્રમાણે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનરે તેમને કહ્યું હતું કે ફિલ્મ પૂરી થઈ જવા બાદ પૈસા વ્યાજ સાથે ચૂકવી દેશે. દેસી મૈજિક ફિલ્મની શુટિંગ 2013માં પૂર્ણ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા માંગ્યા તો અભિનેત્રીએ પૈસા પાછા ન આપ્યા હતા. 


કોર્ટે અમિષા પટેલને પાઠવ્યું સમન્સ 

અમિષા પટેલે ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાંચીની સિવિલ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતું કોર્ટમાં ન તો અમિષા પટેલ પહોંચી ન તો તેમના વકીલ. આ મામલે આગળની સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે સમન્સ જાહેર કર્યું છે. ત્યારે અવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગદર ફિલ્મ ફેમ અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે ગદર-2 ફિલ્મ આવનાર સમયમાં રિલિઝ થવાની છે.             



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે