અટકળોનો આવ્યો અંત, પ્રખ્યાત પત્રકાર રવીશ કુમારે NDTVમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-01 09:53:19

NDTVના પ્રખ્યાત પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર રાજીનામું આપશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NDTVના સંસ્થાપક પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયે પણ રાજીનામું આપી દીધું છે. રવીશ કુમારે જ રાજીનામાનો મેઈલ ચેનલને કર્યો હતો.


શા માટે આપ્યું રાજીનામું? 


અદાણી ગ્રુપ  NDTVના અધિગ્રહણની  નજીક પહોંચી ગયું છે. NDTVની પેરેન્ટ કંપની RRPR હોલ્ડિંગના ડિરોક્ટર પદેથી રોય દંપતી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ગ્રૂપે RRPRનું અધિગ્રહણ કરી લીધું હતું. RRPR પાસે  NDTVનો 29.18 ટકા હિસ્સો છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.