BJPમાં ભરતી મેળો! Congressમાંથી 2019માં લોકસભા ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા. પાર્ટીમાં જોડાતા કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-04-03 19:01:21

ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્ય ભાજપમાં મોટી હસ્તીઓ, કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે હરિયાણાના પ્રખ્યાત બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે બીજેપી નેતા વિનોદ તાવડે, રામવીર સિંહ બિધુરી અને રાજીવ બબ્બરની હાજરીમાં નવી દિલ્હી BJPના હેડ ક્વાર્ટર  પર કેસરિયો ધારણ કરી લીધો છે. 2019માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકીટ પર તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 

બીજેપી જોઈન કરતા કહ્યું કે.... 

કોંગ્રેસ છોડી બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આજે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પણ તેઓ પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસના ફેવરમાં ટ્વિટ કરી હતી. બે એપ્રિલે તેમણે રાહુલ ગાંધની ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. બોક્સરે  BJP જોઈન કરતા જ કહ્યું હતું કે -  મેં BJPને દેશહિત માટે અને રાષ્ટ્રના લોકોની સેવા કરવા જોઈન કરી છે.

વિજેન્દરસિંહે કેસરિયો ધારણ કર્યો 

જો વિજેન્દરસિંહની વાત કરીએ તો 2019માં સાઉથ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના mandate પરથી લોકસભાનું ઇલેકશન લડ્યા હતા . પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. તેમની હાર BJPના રમેશ બિધુરીની સામે થઈ હતી. સૂત્રો દ્વારા હાલમાં માહિતી મળી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી તેમને મથુરા લોકસભા પરથી હેમા માલિનીની સામે લડાવવા માંગતી હતી પણ હવે તેઓએ કોંગ્રેસ છોડી BJPનો કેસરિયો ધારણ કરી લીધો છે. તેઓ જાટ સમાજમાંથી આવે છે. આ જાટ સમાજ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમા જોવા મળે છે. અને હરિયાણા રાજ્યમાંતો તે ડૉમિનન્ટ કાસ્ટ એટલેકે તેમની વસ્તી આશરે ૩૦ ટકા જેટલી છે . 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે...  

જોકે માર્ચની 30 તારીખે તો તેમણે પ્લેટફોર્મ x લખી દીધું હતું કે જનતા જ્યાંથી ઇચ્છશે ત્યાંથી અમે તૈયાર છીએ , અને કિસાન શુભકર્ણંસિંહ અમર રહે ની ટવિટ પણ કરી હતી. વિજેન્દરસિંહ તો ગયા વર્ષે હરિયાણાના કર્નાલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જોડાયા હતા . વાત કરીએ તેમની ખેલ કુદ્દની કારકિર્દીની તો તો તે પહેલા એવા ભારતીય બોક્સર છે કે જેમણે 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં તો વિજેન્દરસિંઘને રાષ્ટ્રપતિ દ્વારા પ્રદ્મશ્રી પણ અપાયો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે