કાયમી ભરતીને લઈ Gujarat Congressએ Social Media પર કરી ટ્વિટ, લખ્યું આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 11:51:08

બાળકો ભણે તે માટે અનેક અભિયાનો ચાલી રહ્યા છે. ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે પરંતુ શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર... અનેક એવી સરકારી નોકરી છે જ્યાં જગ્યા ખાલી હોવા છતાંય કાયમી ભરતી નથી કરવામાં આવતી!

ગુજરાતની શાળાઓમાં છે શિક્ષકોની ઘટ! 

બાળક ભણીને આગળ વધે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત અનેક વખત ઉઠી છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે બાળકના ભણતર પર અસર પડે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. 


ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ. અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર...  



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.