દેવામાં ડુબેલા અનિલ અંબાણી માટે આજનો દિવસ મહત્વનો કેમ છે, જાણો...


  • Published By :
  • Published Date : 2023-01-03 13:24:45

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે આજનો દિવસ મહત્વનો છે. આ મંગળવારે રિલાયન્સ કેપિટલને લોન આપનારાની કમિટી એટલે કે COCની મહત્વની બેઠક યોજાવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી બેઠકમાં કંપનીના અધિગ્રહણ માટે હિંદુજા ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ પર વિચાર કરવામાં આવશે.


CoCની બેઠકમાં બિડ અંગે થશે વિચાર


અત્રે ઉલ્લેખનિય છે કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રિલાયન્સ કેપિટલ માટે 8,640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ.8,110 કરોડની બિડ કરી છે. દેવાના બોજ હેઠળ ડુબેલી કંપનીને વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. કંપનીના ધિરાણકર્તાઓ એટલે કે CoCએ આ માટે રૂ. 6,500 કરોડની બેઝિક પ્રાઈસ રાખી હતી. ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવી હતી પરંતુ બાદમાં હિન્દુજા ગ્રૂપે સુધારેલી ડેટ રિઝોલ્યુશનની દરખાસ્ત મોકલીને તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, કંપનીએ આખી રકમ રોકડમાં ચૂકવવાની ઓફર પણ કરી છે.


IBC એક્ટ હેઠળ સૌથી મોટી બિડ


આજની મહત્વપૂર્ણ બેઠકમાં CoC આ બંને કંપનીઓની બિડ અંગે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે IBC એક્ટ હેઠળ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માટે આટલા મોટા પાયે બિડિંગ કરવામાં આવ્યું હોય. કંપનીના મોટા ધીરાણકર્તાઓમાં LIC, EPFO ​​જેવા નામોનો સમાવેશ થાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.