જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .
આવતીકાલ એટલેકે , ૭ મી ઓગસ્ટથી ભારત પર અમેરિકા ૨૫ ટકા ટેરિફની સાથે પેનલ્ટી પણ લગાવવા જઈ રહ્યું છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર આડકતરી રીતે રશિયન ઓઇલ ખરીદીને રશિયા - યુક્રેન યુદ્ધ કરાવવાનો આરોપ લગાવ્યો છે . તો સામે ભારતે અમેરિકા સહીત પશ્ચિમી દેશો પર રશિયન માલસામાનની આયાતનો આરોપ લગાવ્યો છે. તો હવે આ બાબતે જયારે , પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો ત્યારે , આખી દુનિયાનું જ્ઞાન ધરાવનાર અને પોતાને ભારતનો મિત્ર કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે હું કશું જ જાણતો નથી. એટલે કે , ડોનાલ્ડ ટ્રમ્પના આ મૌનથી એક વસ્તુ સાફ છે કે , અમેરિકા સહીત પશ્ચિમી દેશોએ પોતાના ગીરબાનમાં ઝાંકીને જોવું જોઈએ ના કે પછી ભારત પર આરોપો લગાવવા જોઈએ. તો હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીના નેતા નીક્કી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે , "ભારતે રશિયન ઓઇલ ના ખરીદવું જોઈએ . પરંતુ આપણું વિરોધી ચાઈના કે જે રશિયન અને ઇરાનિયન ક્રૂડ ઓઈલનું નંબર વન બાયર છે તેને ૯૦ દિવસનો ટેરિફ પોઝ આપવામાં આવ્યો છે . માટે ચીનને કોઈ પાસ ના આપો સાથે જ ભારત જેવા મજબૂત સહયોગી સાથે સબંધો ખરાબ ના કરવા જોઈએ." આપને જણાવી દયિકે , હાલમાં વિશ્વભરમાં રશિયન ઓઇલનું સૌથી મોટું આયાતકર્તા ચાઈના છે . સાથેજ અમેરિકા અને ચાઈના જીનીવા ટોલ્ક્સ અને લંડન ટોલ્ક્સ પછી ટ્રુસ પર પહોંચ્યા છે . જે અંતર્ગત ચીન પર ૩૦ ટકા જેટલો ટેરિફ લાગે છે . સાથે જ હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ ચાલુ છે. ચીનનો પ્રયાસ છે કે , અમેરિકા પાસેથી રશિયન ઓઇલ આયાત કરવા માટે વેઇવર લેવામાં આવે. તો આ તરફ ટ્રેડ ડીલને લઇને વાર્તાલાપ કરવા માટે , અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના અંતમાં ભારત આવી શકે છે.

હવે વાત , અમેરિકા અને પશ્ચિમી દેશોની કે જેઓનું વલણ રશિયન ઓઈલને લઇને બેવડું છે . આપણે એ સમજીએ . રશિયા - યુક્રેન યુદ્ધ જે ૨૦૨૨માં શરુ થયું તે પછી USA સહીત પશ્ચિચિમી દેશો ઇચ્છતા હતા કે , રશિયાની ઓઇલ એક્સપોર્ટથી જે આવક છે તેમા ઘટાડો થાય પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં રશિયન ઓઈલનો સપ્લાય બંધ ના થાય તે માટે USના પૂર્વ પ્રમુખ જો બૈંડેન દ્વારા રશિયન ક્રૂડ પર માત્ર પ્રાઇસ કેપ લગાવામાં આવ્યો . કેમ કે , રશિયા વિશ્વના સૌથી મોટું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાંનું એક છે . જો તેનો ઓઇલ સપ્લાય ઇન્ટરનેશનલ માર્કેટમાં બંધ થઇ જાય તો , વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને જઈ શકે છે. ભારતની રશિયન ઓઈલની આયાત આ ઓઈલના ભાવોને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રણમાં રાખે છે .