સતત સુધારા પર ઋષભ પંતની તબિયત, પંતનો જીવ બચાવનાર વ્યક્તિઓ પંતને મળવા પહોંચ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-03 17:07:49

શુક્રવાર સવારે ઋષભ પંતનો અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જે લોકોએ પંતની જાન બચાવી હતી તે બંને વ્યક્તિ પંતને મળવા હોસ્પિટલ મળવા આવ્યા હતા.

Rishabh Pant Mother


30 ડિસેમ્બરના રોજ થયો હતો અકસ્માત 

ઉત્તરપ્રદેશની સરહદે નારસનમાં માર્ગ અકસ્માતમાં ઋભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. શરીરના અનેક અંગો પર તેઓ દાઝી ગયા હતા. પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ કરવામાં આવ્યું નથી. ઋષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઋષભ પંતને દેવદૂત બનેલા ડ્રાઈવર અને કંટક્ટર તેમને મળવા પહોંચ્યા હતા. રજત અને નીલુ ઋષભને મળવા પહોંચ્યા હતા. 


પંતની તબિયત સુધારા પર 

પંતનો અકસ્માત થતા તેમના ચાહકો પંત જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. અનેક અભિનેતાઓએ તેમજ ખેલાડીઓ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત તે જલ્દી સાજા તે માટે કામના પણ કરી હતી. ઋષભ પંતની તબિયત સુધરી રહી છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.