રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન દડો વાગ્યો, થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:42:02

આજે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 150 કિમીની સ્પીડથી આવતો બોલ તેમના હાથ પર લાગી ગયો હતો. બોલ હાથ પર લાગતા રોહિત શર્મા હાથ પકડીને ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા હતા અને 40 મિનિટ ગ્રાઉન્ડ બહાર જ બેઠા રહ્યા હતા. જો કે 40 મિનિટ બાદ ફરીથી રોહિત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.

ઈજા ગંભીર નથી એટલે ચિંતા નથીઃ BCCI

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગલેન્ડના સેમિફાઈનલના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છેBCCIએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઈજા ગંભીર નથી એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. આગામી 10 નવેમ્બરે એડિલેડમાં ભારતની ઈંગ્લેન્ડ સામે મેચ યોજાવા જઈ રહી છેBCCIના જણાવ્યા મુજબ રોહિત શર્માને મેડિકલ ટીમ તરફથી ઓકેનું સિગ્નલ મળી ગયું છે. આ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફોર્મ સારું જોવા નથી મળ્યું. કારણ કે 5 લીગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. જોકે રોહિત શર્માએ ભારતને પાંચમાંથી ચાર મેચ પણ જીતાડી છે.  

 

 

 



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.