જાતિવાદને લઈને RSS વડા મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કોઈપણ સંજોગોમાં ન છોડશો ધર્મ


  • Published By :
  • Published Date : 2023-02-06 13:22:22

જાતિવાદને લઈને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મારા માટે તો દરેક લોકો સમાન છે. તેમાં કોઈ જાતિ કે વર્ણ નથી. પણ પંડિતોઓ શ્રેણી બનાવી છે જે ખોટી છે. આપણા સમાજનું અલગ-અલગ વિભાજન કરી અન્યોએ લાભ ઉઠાવ્યો છે. જેને લઈ આપણા દેશ પર હુમલા થયા છે. બહારથી આવેલા લોકોએ લાભ ઉઠાવ્યો છે. 


સત્ય જ ઈશ્વર  છે - મોહન ભાગવત 

સંત શિરોમણી રોહિદાસ જયંતિના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાતિવાદને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વિવેદ, ચેતના તમામ એક જ છે. તેમાં કોઈ પ્રકારનું અંતર નથી. બસ મત અલગ અલગ છે. પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે શું હિંદુ સમાજ દેશમાં નાશ પામવાનો ભય દેખાય છે? આ વાત તમને કોઈ બ્રાહ્મણ નહીં કરે. આ તમારે જાતે જ સમજવાનું રહેશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી પણ હોય છે. દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઉંચા કે કોઈ નીચો કે અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે. નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. 

 

અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વધુમાં તેમણે કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસ વગેરે ઉંચા હતા. એટલે જ તો તેઓ સંત શિરોમણી કહેવાય છે. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણો સામે જીતી ન શક્યા. પણ તેમણે લોકોના મનમાં વસી ગયા હતા અને આ વિશ્વાસ જ ભગવાન છે. મોહન ભાગવતના આ નિવેદન પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  

 

સંજય રાઉતની પ્રતિક્રિયા આવી સામે  

વિપક્ષે આ મુદ્દા પર મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. શિવસેના  સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સમાજમાં એકતા રાખવા માટે અત્યંત જરૂરી છે પરંતુ સવાલ એ છે કે સમાજને તોડી કોણ રહ્યું છે. તમે લોકો જ કરી રહ્યા છો. સૌથી પહેલા આ વસ્તુ સત્તામાં બેઠેલા લોકોને સમજાવો. તે સિવાય રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે