નવ વર્ષ પછી રૂપિયાની સૌથી મજબૂત શરૂઆત, જાણો ભારતીય ચલણના 'અચ્છે દિન'નું કારણ


  • Published By :
  • Published Date : 2022-11-11 11:44:30

શુક્રવારે ભારતીય રૂપિયામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયાએ પાછલા સત્રોમાં થયેલા નુકસાનને વસૂલ્યું છે. એવું માનવામાં આવે છે કે યુએસમાં મોંઘવારીને લઇ આંકડાઓ નીચા હોવાને કારણે ડોલરમાં ઘટાડો થયો છે અને તેનાથી રૂપિયો મજબૂત થયો છે. શુક્રવારે સવારના સત્રમાં ભારતીય રૂપિયો 80.75 રૂપિયા પ્રતિ ડૉલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.


2013 પછી રૂપિયો સૌથી મજબૂતી સાથે ખુલ્યો છે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયો 80.6888ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે પાછલા સત્રમાં તે 81.8112 પોઈન્ટ પર બંધ થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો. રૂપિયામાં છેલ્લા નવ વર્ષમાં આ સૌથી મોટી ઓપનિંગ છે. સપ્ટેમ્બર 2013 થી, શુક્રવાર (11 નવેમ્બર)ના રોજ રૂપિયો સૌથી વધુ ઉછાળા સાથે ખુલ્યો છે અને સાત સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે.

In early trade, rupee falls 34 paise to 73.82 against dollar - Lagatar  English

ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ રૂપિયા 80.50 છે.

શરૂઆતના સત્રમાં, રૂપિયો રૂ. 80.6788 થી રૂ. 80.7525ની રેન્જમાં ટ્રેડ થયો હતો અને સતત રૂ. 81 પ્રતિ ડોલરની નીચે રહ્યો હતો. બજારના જાણકારોના મતે યુએસ ડૉલર 81.91 સુધી વધ્યા બાદ રૂપિયો વધવાનો રસ્તો સાફ કરી દીધો છે. ડૉલર ઇન્ડેક્સ સામે રૂપિયાનું નજીકનું સપોર્ટ લેવલ 80.50 છે જ્યારે મનોવૈજ્ઞાનિક સ્તર 80 છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે, રૂપિયો આખો દિવસ 80.25 થી 81 ના સ્તરની વચ્ચે વેપાર ચાલુ રાખશે.


અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં મજબૂતી જોવા મળી હતી

અમેરિકામાં ઓક્ટોબર મહિનાના મોંઘવારીના આંકડા બજારના અંદાજ કરતા ઓછા રહ્યા છે, જેના કારણે વૈશ્વિક શેરબજારમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ પર ભારે દબાણ છે અને તે 108ના સ્તરની નીચે આવી ગયો છે. આનું પરિણામ એ આવ્યું છે કે આજે રૂપિયો ડોલર સામે 110 પૈસાના ઉછાળા સાથે ખુલ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.