રૂપિયા ફરી ગગડ્યો, અમેરિકાના ડોલરની તુલનામાં 82.22ના સર્વકાલીન નીચલા સ્તરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:13:38

અમેરિકાના ફેડ રિઝર્વના આક્રમક વલણ બાદ અમેરિકાના ડોલરની તુલનામાં ભારતીય ચલણ રૂપિયો રૂપિયો આજે શુક્રવારે ફરી એક વખત તૂટીને રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે અમેરિકી કરન્સી સામે રૂપિયો ગુરુવારે 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલરની સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. 


આજે પ્રતિ ડોલર 82.22 રૂપિયા ના સ્તરે


આજે રૂપિયોએ પહેલીવાર ઓપનિંગમાં ડોલરની સામે 82નું સ્તર પણ તોડી નાખ્યું છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા એટલે કે 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનથી ડોલરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.શિકાગો ફેડ પ્રેસિડેન્ટ ચાર્લ્સ ઈવાન્સે શુક્રવારે કહ્યું કે 2023 ના વસંત સુધી ફેડનો પોલીસી રેટ 4.5% થી 4.75% સુધી પહોંચી શકે છે. આસમાને પહોંચેલી મોંઘવારી માટે ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં સતત વધારો કરી રહ્યું છે. 


વર્ષ 2022માં 10 ટકાથી વધારે ઘટાડો


આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2022માં તે 10.60 ટકા તૂટી ચૂક્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઇમર્જિંગ માર્કેટ્સની કરન્સીની સાથે-સાથે ભારતીય ચલણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


ડોલર ઈન્ડેક્સ નવી ઉંચાઈ પર


અમેરિકાના અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે ડોલરમાં મજબુતી જળવાઈ રહી છે. સતત બે દિવસની તેજી બાદ ડોલર ઈન્ડેક્સ 112 ના સ્તરે પહોંચી ગયો. બ્રેંડ ક્રૂડ ફ્યુચર્સમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે અને 95 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયો છે. OPEC+ દેશો દ્વારા ગ્લોબલ સપ્લાયને ઘટાડવા માટે સહમત થયા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.