રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચરમસીમા પર, જેલેંન્સકીએ ત્રીજા વિશ્વ યુધ્ધની આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-21 13:41:35

અમેરિકાના પ્રમુખ જો બિડેને અચાનક જ યુક્રેનની મુલાકાત લેતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન ધુઆફુઆ થયા છે. રશિયા હવે શું નવી રણીનિતી ઘડે છે,તેના પર દુનિયાની નજર છ. છેલ્લા એક વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે અને આ યુધ્ધ હજું કેટલું લાંબું ચાલશે તેના અંગે કોઈ સ્પષ્ટ રીતે કહીં શકતુ નથી. અમેરિકા અને યુરોપના દેશો સતત  યુક્રેનને આર્થિક અને સૈન્ય મદદ કરી રહ્યા છે. પરંતું તેમ છતા પણ આ યુધ્ધનો નજીકના ભવિષ્યમાં કોઈ અંત દેખાતો નથી. ગઈ કાલે જો બિડેને યુક્રેનની ગુપ્ત મુલાકાત લઈ યુક્રેનને નવી 50 કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી હતી. બિડેને આર્થિક ઉપરાંત યુક્રેનને તોપો માટે દારૂગોળો અને હોવિત્ઝર તોપો સહિતના સૈન્ય ઉપકરણોની પણ મદદ કરી છે. તે જ રીતે ફ્રાન્સ, બ્રિટન અને જર્મની સહિતના નાટો દેશો પણ યુક્રેનને અવારનવાર સૈન્ય મદદ કરી રહ્યા છે.  


યુક્રેનના પ્રમુખે આપી ચેતવણી


યુક્રેનના પ્રમુખ જેલેન્સકીએ ચેતવણી આપતા કહ્યું કે રશિયાએ તેની પરમાણું સેનાને સંપુર્ણપણે એલર્ટ પર રાખી છે. રશિયા આ રીતે યુરોપ અને અમેરિકાને બ્લેકમેલ કરી રહ્યું છે અને એટલા માટે જ તે પરમાણું શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જેલેંન્સકીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું છે કે જો ચીન પણ રશિયાના સમર્થનમાં આવી જાય છે તો દુનિયામાં ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળશે. યુક્રેનની ગુપ્તચર એજન્સીએ પણ રશિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે વ્યાપક પ્રમાણમાં પરમાણું અભ્યાસ શરૂ કરી દીધો છે. અને તેના સેન્ટ્રલ કમાન્ડ સિસ્ટમ મોનોલિથને એક્ટિવ કરી દીધી છે. રશિયા પરમાણુ હથિયારોથી સુસજ્જ સબમરીન, મિસાઈલ, અને ફાઈટર જેટ તૈનાત કર્યા છે. રશિયાના પરમાણું બોમ્બર અને ટોચના કમાન્ડરોને પણ તામબોબ એર બેઝ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સ્થળ યુક્રેનથી માત્ર 300 માઈલના અંતર પર આવેલું છે. તેમણે પુટીન પર આરોપ લગાવ્યો કે પુટીન આ બધુ એટલા માટે કરી રહ્યા છે જેથી પશ્ચિમના દેશો યુક્રેનનું સમર્થન કરવાનું બંધ કરે. 


પુટીન આજે રશિયાની સંસદને સંબોધશે


અમેરિકાના પ્રમુખ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા તેને લઈ રશિયામાં ભારે આક્રોશનો માહોલ છે. રશિયાના પ્રમુખ પુટીન આજે રશિયાની સંસદના બંને ગૃહોને સંબોધશે. હવે પુટીન તેમના સંબોધનમાં શું કહે છે તેના પર દુનિયાભરની નજર છે. પુટીન તેમના ભાષણમાં સાંસદો અને લોકોને યુધ્ધની સ્થિતી અંગે વધુ માહિતી આપે તેવું માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત તે બિડેનનાં યુક્રેન પ્રવાસ અંગે પણ કોઈ ઉલ્લેખ કરશે જે તેવી પણ સંભાવના છે. 


યુધ્ધથી રશિયાને જબરદસ્ત આર્થિક ફટકો


સુપર પાવર રશિયા પણ એક વર્ષથી ચાલી રહેલા આ યુધ્ધથી હાંફી ગયું છે. રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંઘો લગાવવામાં આવ્યા છે. રશિયાના ક્રુડનો કોઈ દેશ ખરીદદાર નથી માત્ર ચીન અને ભારત જ રશિયાના ક્રુડના બે સૌથી મોટા ખરીદકર્તા છે. આ કારણે રશિયામાં જીવનરક્ષક દવાઓથી લઈને અન્ય મહત્વની ચીજોની જબરદસ્ત અછત જોવા મળી રહી છે. રશિયાના લોકો પણ આ પ્રતિબંધો અને આર્થિક બેહાલીની સ્થિતીથી તંગ આવી ગયા છે. યુક્રેનને તો જાણે અમેરિકા સહિતના પશ્ચિમના દેશોની આર્થિક સહાય મળી રહી છે પણ રશિયાએ હાલ એકલા હાથે ઝઝુમી રહ્યું છે. 



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.