રશિયાના પ્રમુખ પુટીનના વિરોધી વ્લાદિમીર કારા-મુર્ઝાને 25 વર્ષનો કારાવાસ, રાજદ્રોહના ગુના હેઠળ કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-04-17 18:37:09

મોસ્કોની એક અદાલતે સોમવારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીનના ઘોર વિરોધી 41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયરને રાજદ્રોહના ગુના હેઠળ 25 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે તેમને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈન્યની ટીકા કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર સામે થયેલી આ કાર્યવાહીની અમેરિકા સહિતના દેશોએ પણ ટીકા કરી છે.


કારા-મુર્ઝા પર આરોપ શું છે?


કારા-મુર્ઝાએ 15 માર્ચે એરિઝોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહીની નિંદા કરી હતી.રશિયાની તપાસ એજન્સીઓએ જ્યારે તે કસ્ટડીમાં હતો ત્યારે જ તેમની વિરૂધ્ધ રાજદ્રોહના આરોપો નોંધ્યા હતા.


કારા-મુર્ઝાએ આરોપોને નકાર્યા


વ્લાદિમીર કારા-મુર્ઝા છેલ્લા કેટલાક વર્ષોથી રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટીન પર સતત આરોપ લગાવતા રહ્યા છે.  તેમની ગણના પુટીનના આકરા ટિકાકારોમાં થાય છે.આજ કારણે એક વર્ષ પહેલા તેમની ધરપકડ થઈ હતી અને ત્યારથી તે જેલના સળિયા પાછળ છે. તેમણે તેમની સામેના આરોપોને રાજકીય ગણાવીને નકારી કાઢ્યા છે અને તેમની સામેની કાનુની કાર્યવાહીને સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના શાસન દરમિયાન થતાં શો ટ્રાયલ સાથે સરખાવી છે.


કોણ છે કારા-મુર્ઝા?


41 વર્ષીય વ્લાદિમીર કારા-મુર્ઝા, જુનિયર, એક પૂર્વ રશિયન-બ્રિટિશ પત્રકાર અને અગ્રણી વિપક્ષી રાજકારણી છે. કારા-મુર્ઝા વિપક્ષી નેતા બોરિસ નેમત્સોવની નજીકના પત્રકાર છે, જેમની 2015માં ક્રેમલિન નજીક હત્યા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમને 2015 અને 2017માં એમ બે વખત રહસ્યમય ઝેર આપવામાં આવ્યું હતું, જો કે તે બચી ગયા હતા. આ કૃત્ય માટે તેમણે રશિયન ગુપ્ત સેવાને દોષી ઠેરવી હતી. તેમની આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા હોવા છતાં પણ તેમણે રશિયામાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. રશિયન સત્તાવાળાઓએ તાજેતરમાં યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીની ટીકા કરનારા ટીકાકારો પર કડક કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે