યુક્રેનના સ્વતંત્રતા દિવસે જ રશિયાનો હુમલો, ટ્રેનના 4 ડબ્બા સળગ્યા; 22 લોકોનાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:42:49

યુક્રેન પર રશિયાના હુમલાને 6 મહિના પુરા થઈ ચુક્યા છે, 24 ઓગસ્ટે જ યુક્રેન પોતાનો આઝાદી દિન મનાવે છે, પણ યુધ્ધના કારણે યુક્રેનની સરકારે કોઈ મોટી ઉજવણીનું આયોજન કર્યું ન હતું. જો કે સાંજના સમયે આશંકા સાચી સાબિત થઈ ગઈ, રશિયાની સેનાએ પુર્વી યુક્રેનના એક રેલ્વે સ્ટેશન પર રોકેટ હુમલો કરતા 22 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા.


યુક્રેનના 31માં સ્વતંત્રતા દિવસ પર રશિયાએ ચાલુ ટ્રેન પર જ રોકેટથી હુમલો કર્યો હતો. યુક્રેનમાં રશિયાના કબજાવાળા ડોનેત્સ્કથી 145 કિમી દૂર ચેપલના એક નાના શહેરમાં આ હુમલો કરાયો હતો. હુમલા બાદ 4 ડબ્બામાં આગ લાગી ગઈ, જેમાં 22 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે.


યુધ્ધથી પાયમાલ યુક્રેન


છ મહિનાથી ચાલી રહેલા યુધ્ધમાં યુક્રેનના નવ  હજારથી પણ વધુ સૈનિકો જ્યારે રશિયાના 15 હજાર સૈનિકોના મોત થયા છે, યુક્રેનના અનેક શહેરો ખંડેર થઈ ચુક્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં રશિયાની સેનાના વાહનો અને હથિયાર નષ્ટ થઈ ચુક્યા છે.



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.