ચીન સાથે ભારતના સંબંધો કેમ સારા નથી? વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-02-21 20:30:07

ચીનને લઈને સરકારની નીતિને લઈને વિપક્ષના સવાલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે "અમે ચીનથી ડરતા નથી. તેમણે કહ્યું કે જો અમને ડર હોત તો અમે સરહદ પર સેના તૈનાત ન કરી હોત." વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી જોવું જોઈએ કે 1962માં શું થયું હતું.? લદ્દાખમાં પેંગોંગ નજીકનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં એસ જયશંકરે ચીન, પાકિસ્તાન, બીબીસીની ડોક્યુમેન્ટરી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ  


એસ જયશંકરે કહ્યું કે હું કહેવા માંગુ છું કે ચીને 1962માં અમારી જમીનના એક ટુકડા પર કબજો જમાવ્યો હતો. હવે વિપક્ષ 2023માં મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે 1962માં ચીને જે જમીન પર કબજો કર્યો હતો તેના પર ચીન પુલ બનાવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું કે હું લાંબા સમયથી ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધારે ખબર નથી. એસ જયશંકરે કહ્યું કે હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જાણકારી છે પરંતુ એટલું કહીશ કે હું ચીન વિશે ઘણું જાણું છું. જો તેઓ (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી હોય તો હું તેમની પાસેથી પણ શીખવા તૈયાર છું. એસ જયશંકરે કહ્યું કે દરેક કહે છે કે આપણે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, તો કોંગ્રેસે કેમ ન કર્યું. મેં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ જોયું, મોદી સરકારમાં બજેટમાં 5 ગણો વધારો થયો છે. 2014 સુધી તે 3-4 હજાર કરોડ હતો અને આજે 14 હજાર કરોડ છે. અમારી સરકાર આ બાબતે ગંભીર છે.


ચીને કરારો તોડ્યા


રશિયા અને યુક્રેન યુદ્ધે આપણા સંબંધો પર અસર કરી નથી. ચીન સિવાય તમામ મોટી શક્તિઓ સાથે આપણા સારા સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારા સંબંધો સારા નથી કારણ કે તેણે ઘણા કરારો તોડ્યા છે. આજે આપણું વૈશ્વિક સ્તર ઘણું ઊંચું છે. આજે આપણે આપણી વિચારસરણી, અભિયાન અને વિદેશ નીતિને લાગુ કરવા માટેની વ્યૂહરચના વિશે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છીએ અને તે હોવું જ જોઈએ.


પાકિસ્તાનની સ્થિતી માટે તે જવાબદાર


પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલત અંગે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું કે તેનાથી ભારત પર શું અસર થઈ શકે છે? તેમણે જવાબ આપ્યો કે, પાકિસ્તાનનું ભવિષ્ય તેના પોતાના દ્વારા લેવાયેલાં પગલાંઓ નક્કી કરશે. અચાનક કોઈ આવી સ્થિતિમાં પહોંચતું નથી. આ વિશે જાણવું પાકિસ્તાનનું કામ છે. અત્યારે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો એવા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે