રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ સચિન પાયલટે કરી આ મોટી વાત! સોનિયા ગાંધી નહીં પરંતુ આ છે અશોક ગેહલોતના નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-09 13:59:43

રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ પાર્ટી પૂરતા સિમિત નથી રહ્યો પરંતુ તે વિવાદ જનતા સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક વખત સચિન પાયલટે અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. ગેહલોતના આરોપો પર ખુલીને જવાબ આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે કોઈ પોતાની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોની આલોચના કરી રહ્યા છે. ભાજપના નેતાઓની તારીફ કરે અને કોંગ્રેસ નેતાઓનું અપમાન મારા સમજની બહાર છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતના ભાષણને સાંભળીને લાગે કે સોનિયા ગાંધી તેમની નેતા નથી પરંતુ વસુંધરા રાજે તેમના નેતા છે.

સચિન પાયલોટે કર્યા અશોક ગેહલોત પર પ્રહાર!

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે જવાના છે તે બધા વચ્ચે સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. પાયલટે કહ્યું કે અમે દિલ્હી જઈને પોતાની વાત રજૂ કરી. વસુંધરા રાજેના ભ્રષ્ટાચારને લઈ અનેક વખત ચિઠ્ઠી લખી. અનશન પર પણ બેઠો. પરંતુ હજી સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ખબર પડી રહી છે કે શા માટે એક્શન લેવામાં નથી આવ્યા.          


જનસંઘર્ષ યાત્રા કરશે સચિન પાયલોટ! 

વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વાતો સાંભળીને લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નથી પરંતુ વસુંધરા રાજે છે. પોતાના નેતાને ખુશ કરવા અનેક લોકો સારી સારી વાતો કરતા હોય છે, ચુગલી કરે છે. આ બધા વચ્ચે સચિન પાયલોટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ 11મેના રોજ અજમેરથી જયપુર સુધીની યાત્રા કરશે. જનસંઘર્ષ યાત્રા કરવાના છે. 125 કિલોમીટર લાંબી પદયાત્રા હશે અને આમાં પાંચ દિવસ લાગશે. આ યાત્રા બાદ બીજો નિર્ણય લેવામાં આવશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે