પહેલવાનોના આંદોલનને મોટો ઝટકો, સાક્ષી મલિકે આંદોલન છોડ્યું, જો કે સાક્ષી મલિકે સમાચારને અફવા ગણાવ્યા


  • Published By :
  • Published Date : 2023-06-05 17:19:00


રેસલર સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનથી ખુદને અલગ કરી લીધી છે. આટલું જ નહીં તે રેલ્વેમાં પોતાની નોકરી પર પરત ફરી છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. 


પહેલવાનોએ અમિત શાહ સાથે કરી હતી મુલાકાત 


આ પહેલા શનિવારે જ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કુસ્તીબાજ સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ  મીટિંગની પુષ્ટિ કરી હતી. આ બેઠકમાં તેઓ પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. તેમણે કહ્યું કે અમને ગૃહમંત્રી પાસેથી જે પ્રતિસાદ જોઈ તો હતો તે ન મળ્યો, તેથી અમે બેઠકમાંથી બહાર આવ્યા હતા. સત્યવ્રતે કહ્યું કે અમે વિરોધ માટે આગળની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે પાછળ હટીશું નહીં, અમે આગળની કાર્યવાહીનું આયોજન કરી રહ્યા છીએ.


સાક્ષી મલિકે કર્યો ઈનકાર


જો કે સાક્ષી મલિકે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.  તેણે ટ્વીટ કરીને કહ્યું કે 'ન્યાયની લડાઈમાં, અમારામાંથી કોઈએ પણ પીછેહઠ કરી નથી, અને પીછેહઠ કરીશું પણ નહીં. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહ્યો છું. ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે