જૈન સમાજના વિરોધ બાદ સંમેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-05 20:33:35

ઝારખંડમાં આવેલા અને દેશ અને દુનિયાના જૈન સમુદાયના આસ્થાના પ્રતિક શ્રી સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ જાહેર કરવાના નિર્ણયન સામે જૈન સમાજનો  વ્યાપક વિરોધ થતા કેન્દ્ર સરકારે તેનો પાછો ખેંચ્યો છે. ઝારખંડ સરકારના અનુરોધ પર વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી, અને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો કે પવિત્ર સંમેદ શિખરને બચાવવા માટે જૈન સમાજે દેશ અને વિદેશમાં જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા સરકાર અંતે ઝુકી ગઈ ગઈ છે. ઝારખંડમાં શ્રી સમ્મેદ શિખરજી હવે પર્યટન સ્થળ નહીં પણ તીર્થ સ્થળ જ રહેશે. 


જૈનોના વિરોધ સામે સરકાર અંતે ઝુકી


જૈન સમાજના અગ્રણીઓએ તેમની લાગણી અને માગણી પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ સમક્ષ રજુ કરી હતી. જૈન અગ્રણીઓએ આજે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી, અને તેમને રજુઆત કરી હતી. લાંબી ચર્ચા-વિચારણા બાદ જૈન સમાજની તમામ માંગણીઓ માની લેવામાં આવી હતી અને આ રીતે તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. હવે સરકારના નિર્દેશને આધારે સંમેદ શિખર તીર્થ સ્થળ જ રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.


શા માટે વિરોધ?


જૈન સમુદાયનો વિરોધ એટલા માટે હતો કે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન જાહેર કરાશે તો તેની તીર્થ ક્ષેત્ર તરીકેની પવિત્રતા જળવાશે નહીં અને તેમાં કોઈ નિર્માણ કાર્ય નહીં થઈ શકે. પર્યટકોને આકર્ષવા માટે ત્યાં હોટેલ, ટ્રેકિંગ દારૂ અને નોનવેજ ફૂડ પર પિરસવામાં આવશે. આ બધા કારણોથી જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.


કેન્દ્ર સરકારે નોટિફિકેશન પાછું ખેંચ્યું


કેન્દ્ર સરકારે આજે ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલા પોતાના આદેશને પાછો ખેંચી લીધો છે. એટલું જ નહીં પણ આ માટે એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્ય અને એક સ્થાનિક જનજાતિ સમુદાયના સદસ્યનો સમાવેશ કરવામાં આવશે.


સંમેદ શિખરજી વિવાદ શું છે?


ઝારખંડ સરકારના ભલામણથી વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી.  રાજ્ય સરકારે આ અંગે એક નોટિફિકેશન ફેબ્રુઆરી 2022માં બહાર પાડ્યું અને સંમેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું. આ દરમિયાન પર્યટન સ્થળની આસપાસ  હોટેલ, ટ્રેકિંગ અને નોનવેજ ફૂડ, દારૂ અને માંસની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો અને જૈન સમુદાયે આંદોલન શરૂ કર્યું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે