સાંસદ રત્ન એવોર્ડ માટે અધીર રંજન ચૌધરી, મનોજ ઝા સહિત 13 સાંસદો નોમિનેટ, જુઓ સંપૂર્ણ યાદી


  • Published By :
  • Published Date : 2023-02-21 18:48:50

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, RJDના મનોજ ઝા, CPI(M)ના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને સંસદ રત્ન સન્માન 2023 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.  એવોર્ડની સ્થાપના કરનાર સંસ્થા, પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સંસ્થા દ્વારા 13 સાંસદોને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાં 8 લોકસભા અને 5 રાજ્યસભાના સાંસદનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ પૂર્વ સાંસદોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણમૂર્તિની સહ-અધ્યક્ષતાવાળી સમિતિએ વિશેષ પુરસ્કારોની શ્રેણીમાં બે વિભાગીય સ્થાયી સમિતિના સભ્યો અને એક પ્રતિષ્ઠિત નેતાને પણ નોમિનેટ કર્યા છે.


આ છે 13 નામાંકિત સાંસદો


આ સમિતિમાં પ્રતિષ્ઠિત સંસદ સભ્યો અને નાગરિક સમાજના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સન્માન માટે નોમિનોટ કરવામાં આવેલા સાંસદોમાં વિદ્યુત બરન મહતો (ભાજપ, ઝારખંડ), ડૉ. સુકાંત મજુમદાર (ભાજપ, પશ્ચિમ બંગાળ), કુલદીપ રાય શર્મા (કોંગ્રેસ, આંદમાન અને નિકોબાર), ડૉ. હીના વિજય કુમાર ગાવિત, ગોપાલ શેટ્ટી (ભાજપ, મહારાષ્ટ્ર), સુધીર ગુપ્તા (ભાજપ, મધ્યપ્રદેશ), ડો. અમોલ રામસિંહ કોલ્હે (એનસીપી, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.


આ કેટેગરીમાં થઈ પસંદગી


આ સાંસદોને 17મી લોકસભામાં પ્રશ્નો, ખાનગી બિલ, ચર્ચામાં ભાગીદારી વગેરે સહિત વિવિધ શ્રેણીઓ હેઠળ તેમના પ્રદર્શનના આધારે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભામાંથી વર્તમાન સભ્યોમાં જોન બ્રિટાસ, મનોજ ઝા અને ફૌઝિયા ખાનને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ સિવાય વિશંભર નિષાદ અને છાયા વર્માને નિવૃત્ત સાંસદોની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. નાણાકિય સમિતિ (ભાજપના જયંત સિન્હાની અધ્યક્ષતામાં) અને પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સમિતિ (YSR કોંગ્રેસના વી વિજયસાઈ રેડ્ડીની અધ્યક્ષવાળી) સંસદીય સમિતિમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.