સારા અલી ખાને બાબા બર્ફાનીના કર્યા દર્શન, અમરનાથ યાત્રાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-23 18:18:33

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર મંદિરો, મસ્જિદો, દરગાહ અને ગુરુદ્વારાની મુલાકાત લેતી હોય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર ધામ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા. જો કે શ્રાવણ આ પવિત્ર મહિનામાં ફરી એકવાર, અભિનેત્રી બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અમરનાથની યાત્રાએ નીકળી હતી. અભિનેત્રીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હર હર મહાદેવનો જયઘોષ કરતી જોવા મળી રહી છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


અભિનેત્રી સારા અલી ખાને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની મુલાકાત લીધી હતી જ્યાં સારાએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સારા અલી ખાન સી-ગ્રીન કલરનો ટ્રેક સૂટ પહેરીને અને માથા પર ક્રીમ કલરની શોલ ઓઢીને બાબા અમરનાથની યાત્રા કરતી જોવા મળી હતી. અભિનેત્રીની અમરનાથ ધામ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  અભિનેત્રી ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ત્યારે અભિનેત્રીનો અમરનાથ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી હાથમાં લાઠી લઈને અમરનાથ યાત્રા કરી રહી છે. સારા ગળામાં નાની શાલ અને લાલ ચુંદડી પહેરેલી જોવા મળી રહી છે. સારાએ રસ્તામાં લોકો સાથે મળીને હર હર મહાદેવનો જયકાર કર્યો હતો.


સારાના વીડિયોની લોકોએ કરી પ્રશંસા


એક્ટ્રેસના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર એક યુઝરે લખ્યું - કદાચ સમય આવી ગયો છે કે આપણે સારા પાસેથી શીખીએ અને એકબીજાના ધર્મસ્થળોની મુલાકાત લઈએ, કદાચ આપણે અન્ય ધર્મો વિશે કંઈક શીખીશું. સારા આ માટે પ્રશંસાને પાત્ર છે. જ્યારે, અન્યોએ લખ્યું – આ આપણા સનાતન ધર્મની સુંદરતા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે