'જરા હટકે જરા બચકે' ફિલ્મની સફળતા માટે મહાકાલના શરણે સારા અલી ખાન! ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 11:33:40

અનેક બોલિવુડ સેલિબ્રિટી ભગવાનના દર્શને જતા હોય છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર કેદારનાથના શરણે ગયા હતા ત્યારે આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન વહેલી સવારે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. અભિનેત્રીએ ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો અને પૂજા અર્ચન પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો તેમજ તસવીરો વાયરલ થઈ રહ્યા છે. પૂજા કર્યા બાદ અડધો કલાક સુધી ધ્યાનમાં પણ બેઠા હતા.

    

2 જૂનના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ!

સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પહેલી વખત વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવાના છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાન વિકી કૌશલ સાથે લખનઉ પહોંચ્યા હતા જ્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. ભસ્મ આરતીનો લાભ લીધો હતો ઉપરાંત પૂજા પાઠ તેમજ ધ્યાન પણ કર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માથા પર તિલક કરેલા નજરે પડે છે. 2 જૂનના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે, જરા બચકે ફિલ્મ રિલીઝ થવાની છે.   


અનેક વખત મહાકાલના દર્શને કરવા પહોંચી છે અભિનેત્રી!  

ફિલ્મની શૂટિંગ દરમિયાન બે વખત મહાકાલના દર્શને ગયા હતા. જાન્યુઆરી 2022માં માતા અમૃતાસિંહ સાથે મહાકાલ મંદિરના દર્શને પહોંચ્યા હતા. તે વખતે ફિલ્મ લુકાછુપી-2નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે પહેલા ડિસેમ્બર 2021માં મહાકાલના દર્શને ગયા હતા જ્યારે તેમની ફિલ્મ અતરંગી આવવાની હતી. તે વખતે સારા અલી ખાન ઘણી ટ્રોલ થઈ હતી. 


સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...