સારા અલી ખાને સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે કર્યો સ્પર્શ ? નિર્દોષ પુરૂષોની સુરક્ષાની ઉઠી માંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:33:09

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચામાં રહેવાનું 'કારણ' તેના માટે ખરાબ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે છે. સારા પર નશાની હાલતમાં સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે. આ સાથે નિર્દોષ પુરુષોની સુરક્ષાની માંગ પણ ઉઠી રહી છે.


આ વીડિયોમાં સારા અલી ખાન એક મિત્ર સાથે જોવા મળી રહી છે, જેણે તેનો હાથ પકડ્યો છે. તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતી જોવા મળે છે. તેને જોઈને સિક્યુરિટી ગાર્ડ દિવાલ સાથે ચોંટીને ઉભો રહે છે, જેથી તેને બહાર નીકળવામાં કોઈ તકલીફ ન પડે. પરંતુ  સારા તે સિક્યોરિટી ગાર્ડની નજીકથી પસાર થાય છે અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે.

 

વીડિયો જોયા બાદ સવાલો ઉઠી રહ્યા છે

 Image


આ વીડિયો જોયા પછી કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા. તેઓ સારાની આ હરકત  પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેઓ નિર્દોષ છે તેમની સુરક્ષા અંગે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. તે કહે છે કે જો સિક્યોરિટી ગાર્ડે આવું જ કર્યું હોત તો અત્યાર સુધીમાં હંગામો મચી ગયો હોત અને કદાચ તેની નોકરી જતી રહી હોત. પરંતુ જો તેની સાથે આ જ ખોટું કામ થતું હોય તો તેને પણ ન્યાય મેળવવાનો અધિકાર છે.


સોશિયલ મીડિયા પર લોકોએ સારા અલી ખાન વિષે શું કહ્યું?


સારા અલી ખાન કરણ જોહરના શો કોફી વિથ કરણ 7 માં સ્ક્રીન પર જોવા મળી હતી. તે તેની મિત્ર અને અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે શોમાં આવી હતી. બંનેએ પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. સારાએ એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. એ પણ કહ્યું કે તે  વિજય દેવરાકોંડાને ખૂબ પસંદ કરે છે.

Janhvi Kapoor and Sara Ali Khan might go down as the most boring guests in  the history of Koffee with Karan. Here's why | Entertainment News,The  Indian Express

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ધનુષ અને અક્ષય કુમાર સાથે 'અતરંગી રે'માં જોવા મળી હતી. તેણીએ થોડા દિવસો પહેલા વિકી કૌશલ સાથે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું, જેનું નામ હજુ નક્કી કરવાનું બાકી છે. આ સિવાય તે વિક્રાંત મેસી સાથે 'ગેસલાઈટ'નું શૂટિંગ પણ કરી રહી હતી. Atrangi Re review: Sara, Dhanush are soul of the film, Akshay adds Midas  touch | Bollywood - Hindustan Times

આ ક્રિકેટર સાથે જોડાયેલું નામ

Sara Ali Khan spotted with Shubman Gill, cricket and Bollywood fans react |  Bollywood - Hindustan Times

સારા અલી ખાન અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેનું નામ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાયું હતું. બંનેએ સાથે ડિનર કર્યાના કેટલાક ફોટો વાયરલ થયા હતા.



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?