રશિયાને પછાડી સાઉદી અરેબિયા બન્યો ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 18:18:42

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ખરીદદાર દેશ છે. ઈરાક બાદ ભારત સૌથી વધુ ક્રુડ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું પણ રશિયાએ ક્રૂડ ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ આપતા ભારતે  રશિયા પાસેથી ક્રુડની ખરીદી વધારી હતી. જો કે ત્રણ મહિના બાદ સાઉદીએ ફરીથી રશિયાને પછા઼ડીને તેનું સ્થાન મેળવી લીધું છે.


ભારતે પ્રતિ દિન 863,950 બેરલ ક્રૂડ સાઉદી પાસેથી ખરીદ્યુ છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ઘટાડતા અને ભારતને આઈલની નિકાસ ઘટાડતા સાઉદી અરેબિયાએ તેનો બીજો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ઓગસ્ટ મહિનામાં ક્રુડની નિકાસ કરનારા દેશોમાં આફ્રિકાના દેશોનો ફાળો 4.2 ટકા જ્યારે લેટીન અમેરિકાના દેશોનું યોગદાન 7.7 ટકાથી ઘટીને 5.3 ટકા રહી ગયું છે.


ભારતમાં ચોમાસામાં ડિઝલની માગ ઘટી છે. ભારતે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડની ખરીદી વધારતા તેનો ફાળો 59 ટકા જેટલો થયો છે. ઓગસ્ટમાં ભારતને ક્રૂડની નિકાસ કરનારા દેશોમાં યુએઈનું ચોથું સ્થાન હતું. જ્યારે કુવૈતને પછાડીને કઝાકિસ્તાન પાંચમો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .