સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે વર્ષો જુનો સંબંધ છે? જાણો શું છે સૌરાષ્ટ્ર તમિલ સરગમ અને ક્યારથી થવાનો છે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:03:04

ભારતએ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે અને એમાં પણ જ્યારે બે પ્રદેશની સંસ્કૃતિઓ ભેગી થાયને ત્યારે એનો સંગમ અને એની વાતો તો કંઈક અલગ જ હોય છે. આવો જ એક સંગમ ગુજરાતને આંગણે થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાતની ધરા પર થવા જઈ રહ્યો છે. 


સૌરાષ્ટ્ર તમિલ સંગમનું કરાશે આયોજન 

કહેવાય છે કે વર્ષો પહેલાં ઘણાં ગુજરાતીઓ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં આવીને વસ્યાં હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રી તમલિ તરીકે ઓળખાય છે. અને તેમની જીવનશૈલીમાં થોડી ઘણી સૌરાષ્ટ્રની રીતભાત પણ આજે જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજવામાં આવી રહ્યું છે.આ સંગમ આગમી 17 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ દરમ્યાન સૌરાષ્ટ્ર ખાતે યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે અને આ કાર્યક્રમ સોમનાથ તેમજ કેવડિયા સહિત ગુજરાતના ચાર શહેરોમાં યોજવામાં આવશે. 


કેન્દ્રીય મંત્રીઓએ લોગો અને વેબસાઈટ કરી લોન્ચ 

આ માટે હાલમાં જ કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ગુજરાતના મંત્રીઓ પણ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને આ સંગમમાં ભાગ લેવા માટે ત્યાંના ગુજરાતીઓને આમંત્રણ આપ્યું હતું અને આ ઉપરાંત એ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી.અને વેબસાઈટ લોન્ચ થયા બાદ કુલ 10 હજારથી વધારે લોકોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયાએ કહ્યું હતું કે અન્ના તમે લોકો રસમ લઈને આવજો અમે ગુજરાતમાં થેપલા અને ખાખરા તૈયાર રાખીશું..


વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી આ અંગે વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયા વિઝન અંતર્ગત કાશી તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થવા જઈ રહ્યું છે,ત્યારે આ સંગમનું ઉદ્દઘાટન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, તેઓ 17 એપ્રિલે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરે આવશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ મુદ્દે હાલ માંજ પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે વાત કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે