હિંડનબર્ગ-અદાણી વિવાદ: ખૂબ જ જટિલ કેસ... સેબીએ સુપ્રીમ પાસે તપાસ માટે માંગ્યો વધુ સમય


  • Published By :
  • Published Date : 2023-04-29 19:46:58

માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ પર શેરની કિંમતમાં ચેડાં કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. 


મામલો સુપ્રીમમાં પહોંચ્યો


અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આ મામલે ભારે હોબાળો થયો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, સર્વોચ્ચ અદાલતે સેબીને બે મહિનાની અંદર સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા કહ્યું હતું. તેની સમયમર્યાદા 2 મેના રોજ પૂરી થાય છે. સેબીએ આ તપાસ પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા છ મહિનાનો વધુ સમય માંગ્યો છે. શનિવારે માર્કેટ રેગ્યુલેટરે આ અંગે કોર્ટને વિનંતી કરી હતી.


SEBIએ માંગ્યો વધુ સમય


SEBIએ કોર્ટને કહ્યું કે આવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગે છે, પરંતુ તે છ મહિનામાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ઉલ્લેખિત 12 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રથમ નજરમાં જ ખૂબ જટિલ લાગે છે. તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. તેથી સેબીએ સુપ્રીમ કોર્ટને તપાસ માટે ઓછામાં ઓછો છ મહિનાનો વધુ સમય આપવા વિનંતી કરી છે. 


સુપ્રીમે બનાવી છ સભ્યોની પેનલ


સુપ્રીમ કોર્ટે માર્ચમાં છ સભ્યોની પેનલની પણ રચના કરી હતી. દેશના ઈન્વેસ્ટર પ્રોટેક્સન ફ્રેમવર્કની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક PILની સુનાવણી દરમિયાન આ સમિતિની રચના કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે