સીમા હૈદરની UP ATSએ શરૂ કરી પૂછપરછ, આ સત્ય જાણવા માટે અજ્ઞાત સ્થળે કરાઈ રહી છે ઉલટ તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-17 22:01:33

મોબાઈલ પર PUBG ગેમ રમતા પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર ગેરકાયદેસર રીતે તેના બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઈ હતી. એક તરફ જ્યાં તેમની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


UP ATS કરશે પૂછપરછ


પાકિસ્તાનથી સીમા હૈદર અહીં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. સીમા હૈદરનું સત્ય જાણવા માટે UP ATSની ટીમે ગ્રેટર નોઈડા પોલીસ પાસેથી સીમા અને સચિનના નિવેદનની કોપી લીધી છે. સીમા હૈદરની અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો બહાર આવી છે તે સચિન અને સીમાની પૂછપરછ કરીને ચકાસવામાં આવશે અને ત્યારબાદ ATS તેની નવેસરથી તપાસ કરશે. ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.આ માટે ATS નોઈડા સેક્ટર 94ના પોલીસ કમાન્ડ રૂમમાં સીમા હૈદર, સચિન અને તેના પિતાની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા બાદ સીમા સીધી જ ગ્રેટર નોઈડામાં તેના પ્રેમીના ગામ પહોંચી ગઈ હતી અને ત્યાં શાંતિથી તેની સાથે રહેતી હતી. જોકે, સ્થાનિક લોકોને શંકા જતાં પોલીસ ગામમાં પહોંચી ફરિયાદ કરી હતી ત્યારે તે બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી યુપી પોલીસે તેમને હરિયાણાના બલ્લભગઢથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા હતા.


કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા


કોર્ટે સીમા હૈદરને શરતી જામીન આપ્યા છે. કોર્ટે સીમા હૈદરને આદેશ આપ્યો હતો કે તે સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કર્યા વિના ભારત નહીં છોડે. એટલું જ નહીં, કોર્ટે સીમાને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો તે હાલનું સરનામું બદલશે તો તે અંગે કોર્ટને જાણ કરશે અને બદલાયેલા સરનામાની માહિતી પણ આપશે. કોર્ટે ત્રીજી શરત મૂકી હતી કે હવે તે ભારતમાં કોઈ ગુનો નહીં કરે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે